Call us : +91 99099 59687 Email Address: [email protected]

કચ્છમાં અછતના પગલે ઘાસ-ચારાનું વાવેતર વધીને 17,125 હેક્ટર થયું

ભુજ, તા. 11 ડિસેમ્બર 2018, મંગળવાર

કચ્છમાં અછતના પગલે અનેક દાતાઓ, સંસ્થાઓએ ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા કરવા સંતવાણી, કથા, સમુહલગ્નો સહિતના કાર્યક્રમોમાં દાન એકત્ર કરી રહ્યા છે. ઘણી સંસ્થાઓ ઉનાળામાં લીલો ઘાસચારો મળી રહે તેની માટે કિસાનોને બિયારણની કીટ મફત વિતરીત કરી છે. પરિણામે આ વખતે રોકડીયા પાકથી વધુ ઘાસચારાનું વાવેતર થાય તેવી શકયતાઓ છે. અત્યાર સુધીમાં ૧૭૧૨૫ હેકટરમાં ઘાસચારાનું વાવેતર નોધાયું છે.

 કચ્છમાં અછતના પગલે ઘાસચારાની તીવ્ર તંગીના કારણે ભાવો સતત વધી રહ્યાં છે. તો તેની સામે સરકાર પણ ચિંતિત બની છે. કચ્છમાં  વધુને વધુ ઘાસચારાનું વાવેતર થાય તેની માટે ખાસ સરકાર દ્વારા ૧૦ હજાર ઘાસકીટ વિતરીત કરવામાં આવી છે.તો વીઆરટીઆઈ દ્વારા ૨૦૦ કીટો, કચ્છ સર્વ સેવા સંઘ દ્વારા પણ કીટ વિતરીત કરાઈ રહી છે. જો કે, જીલ્લામાં અત્યાર સુધીમાં કિસાનોએ કુલ ૧૭૧૨૫ હેકટરમાં ઘાસચારાનું વાવેતર કરી દીધુ છે. 

મકાઈનું સોથી વધુ વાવેતર ૧૭૫૦ હેકટર સાથે ભુજ પ્રથમ, રાપરમાં ૧૪૫૦ હેકટર, માંડવી તાલુકામાં ૧૩૨૫ હેકટર, અંજાર તાલુકામાં ૧૪૨૦ હેકટરમાં નોંધાયું છે. જયારે જુવારનું સોથી વધુ વાવેતર ૧૩૪૫ હેકટર સાથે ભુજ પ્રથમ, માંડવી પંથકમાં ૬૧૦ હેકટર,  અબડાસા પંથકમાં ૭૦૫ હેકટરમાં વાવણી થઈ છે. રંજકો, બાજરીનું વાવેતર વધુ રાપર તાલુકામાં ૧૫૩૫ હેકટરમાં ખેડુતોએ કર્યું છે. ભુજમાં ૧૦૦૫ હેકટર, અંજાર તાલુકામાં ૧૧૪૭ હેકટરમાં વાવણી થયાનું જાણવા મળી રહ્યું છે.

સોથી વધુ ગોધન ધરાવતા લખપતમાં માત્ર 170 હેકટરમાં જુવારનું વાવેતર

સરહદી લખપત તાલુકાનો વીકાસ ઓછો થયો છે. તો આ વખતે વરસાદ ન થતા નરા, સુભાષપર ડેમ પણ તળીયા જાટક હોવાથી વાવણી પણ ઘટી છે. સૌથી વધુ ગૌધન ધરાવતા તાલુકામાં કચ્છનું સૌથી ઓછું જુવારનું માત્ર ૧૭૦ હેકટરમાં વાવેતર થયું છે.

Download Best WordPress Themes Free Download
Free Download WordPress Themes
Download WordPress Themes
Free Download WordPress Themes
udemy course download free
Kutch Ad-Sense. 2016 All copyrights reserved.
error: Content is protected !!